Wednesday, May 1, 2013

દુનિયાના 116 વર્ષના વયોવૃદ્ધને જોઈને વૈજ્ઞાનિકો પણ દંગ છે!


ટોક્યો, તા.૨૦
જાપાનના ક્યોટો પ્રાંતમાં વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ જિરોઈમોન કિમુરાએ શુક્રવારે પોતાનો ૧૧૬મો જન્મદિવસ ઉજવ્યો. આ પ્રસંગે જાપાનના વડાપ્રધાને તેને શુભેચ્છા પાઠવતો વ્યક્તિગત સંદેશ મોકલ્યો. સૂત્રોના આધારે જિરોઈમોન કિમુરાએ ગિનિશ વર્લ્ડ રેકોર્ડમાં પણ દુનિયાની સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે નોંધણી કરાવી લીધી છે. 
તેમના જન્મદિવસે અભિનંદન પાઠવવા વિશ્વભરમાંથી ૧૫૬ સંદેશા આવ્યા. ક્યોટેંગો શહેરમાં રહેતા કિમુરાના ઘરે શહેરના મેયર સહિતના કેટલાક અગ્રણી નાગરિકો પણ શુભેચ્છા પાઠવવા આવ્યા હતા. વડાપ્રધાન શિંજો આબેએ પણ કિમુરાને એક વિડિયો સંદેશ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાને તેમના વિડિયો સંદેશમાં કહ્યું કે 'હું દિલથી તમને શુભેચ્છા પાઠવું છું. હું ૫૮ વર્ષનો છું પરંતુ તમારી સરખામણીમાં તો હજુ હું જુવાન જ છું અને તમે અમારા દેશનું ગૌરવ છો.
એક અધિકારીએ જણાવ્યું કે કિમુરાનું સ્વાસ્થય હજુ ઘણું સારું છે. તે દરરોજ ત્રણ માઈલ ચાલે છે. કિમુરાની આટલી લાંબી આયુષ્ય અંગેનું રહસ્ય જાણવા શહેરના અધિકારિઓએ એક શોધ દળની રચના કરવાનું આયોજન કર્યું છે. જેથી તેની તંદુરસ્તીનુ રહસ્ય જાણી શકાય.

No comments:

Post a Comment