Sunday, May 26, 2013

વૃદ્ધ જાપાનીઝે માઉન્ટ એવરેસ્ટ સર કરી ઇતિહાસ સર્જ્યો


ટોકિયો, તા. ૨૩
૮૦ વર્ષના વૃદ્ધ જાપાનીઝ યુઇચિરો મિઉરાએ ગુરુવારે વિશ્વના સૌથી ઊંચાં માઉન્ટ એવરેસ્ટની ટોચે પહોંચીને ઇતિહાસ સર્જ્યો હતો. મિઉરા અને તેના નવ સભ્યોની ટીમે સર એડમન્ડ હિલેરી અને તેનઝિંગ(નોર્વે)એ ૬૦ વર્ષ પહેલાં જે રૃટ પર જઇને માઉન્ટ એવરેસ્ટ શિખર પ્રથમ વખત સર કરવાનું બહુમાન મેળવ્યું હતું તે જ રૃટ પર જઇને આ શિખર સર કર્યું હતું.
જાપાનીઝ આરોહક સાથે તેમનો ૪૩ વર્ષનો પુત્ર અને અન્ય બે જાપાનીઝ તથા છ નેપાળી શેરપાઓએ આ સાહસ સફળતાપૂર્વક પાર પાડયું હતું. તેઓએ કહેવાતો ડેથ ઝોન અને અને તેમના એવરેસ્ટ ટ્રેકની સૌથી વધુ મુશ્કેલ ઊંચાઈ પાર કરી સ્થાનિક સમય મુજબ રાત્રીના બે વાગે ૧,૧૪૦ ફૂટનાં શિખરનો અંતિમ પડાવ લગભગ સાત કલાકમાં સર કર્યો હતો.
મિઉરાની ટોકિયો ઓફિસ, તેની પત્ની અને બે પુત્રીઓ સહિતના પરિવારજનો મિઉરાની સફળતાના શબ્દો સાંભળવા ફોનનાં રિસિવર પાસે ઊભાં રહી ગયાં હતાં. ૮૦ વર્ષની મોટી ઉંમરે હું આ શિખર સર કરીને મોટી સિદ્ધિ મેળવી શકીશ તેની કદી કલ્પના પણ કરી ન હતી તેમ મિઉરાએ કહ્યું હતું. રિપોર્ટરો સાથેના જામપેક રૃમમાં જ્યારે તેમની ટીમે એવરેસ્ટ સર કર્યાનો આખરી ફોન આવ્યો ત્યારે તમામ આનંદથી ઝૂમી ઊઠયાં હતાં.

વિશ્વની આ સૌથી શ્રેષ્ઠ લાગણી છેતેમ યુઇચિરો મિઉરાએ શિખરની ટોચ પરથી તેના પરિવારને કરેલા ફોનમાં કહ્યું હતું. ૮૦ વર્ષની ઉંમરે મને આ સિદ્ધિ મળશે તેવી મને ક્યારેય કલ્પના ન હતીઆવી મોટી લાગણી મેં ક્યારેય અનુભવી નથી છતાં આ સાહસમાં મને ક્યારેય થાક લાગ્યાનું અનુભવ્યું નથીતેની આ સિદ્ધિમાં વધુ નોંધનીય તેની ઉંમર અને તેનો મેડિકલ ઇતિહાસ છે. રિકરિંગ એરહિથમિઆની સારવાર માટે તેના પર ચાર વખત હાર્ટસર્જરી થઇ ચૂકી છે જેમાંની એક બે માસ પહેલાં જ થઇ હતી. ૨૦૦૯ના સકેટિંગ સાહસ વખતે થયેલા અકસ્માતમાં તેનો બસ્તિપ્રદેશ બાંગી ગયો હતો અને જાંઘમાં ફ્રેક્ચર થયું હતું.

No comments:

Post a Comment