Thursday, February 13, 2014

આ મહાપુરૂષે બતાવ્યા છે સફળતા પ્રાપ્ત કરવાના રહસ્યો,તમે પણ જાણો

સ્વામી વિવેકાનન્દનું વાસ્તવિક નામ નરેન્દ્ર નાથ દત્ત હતુ. તેઓ વેદાન્તના વિખ્યાત અને પ્રભાવશાલી આધ્યાત્મિક ગુરુ હતા. તેમણે અમેરિકા સ્થિત શિકાગો નગરમાં સન્ ૧૮૯૩ મા આયોજિત વિશ્વ ધર્મ મહાસમ્મેલનમા સનાતન ધર્મનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ. ભારતનુ વેદાન્ત અમેરિકા અને યૂરોપના દરેક દેશમાં સ્વામી વિવેકાનંદના ઉપદેશના કારણે જ પહોંચ્યો હતો. પોતાના અભિપ્રાય થકી સમગ્ર વિશ્વને હલાવી દેવાની શક્તિ તેઓમાં હતી. તેમણે રામકૃષ્ણ મિશન ની સ્થાપના કરી હતી, જે આજે પણ સક્રીય રીતે કામગીરી બજાવે છે. સ્વામી વિવેકાનંદે આપણને શીખવ્યું કે આપણું કામ કેવી રીતે કરવું જોઇએ.સ્વામી વિવેકાનંદે પોતાના કાર્યો અને ઉપદેશો વડે સમગ્ર વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો હતો. જીવન કઈ રીતે જીવવું અને જીવનમાં સફળતા પામવા માટે પણ તેમણે કેટલાક સુવર્ણ સૂત્રો જણાવ્યા છે. જે આજે અમે તમને જણાવીશું.

આ મહાપુરૂષે બતાવ્યા છે સફળતા પ્રાપ્ત કરવાના રહસ્યો,તમે પણ જાણો
સફળતા વિશેના સ્વામી વિવેકાનંદના સૂત્રો...
૧. વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.
૨. ડરો નહિ. તમે કેટલી વખત નિષ્ફળ ગયા છો તેનો વિચાર ન કરો. હરકત નહિ, કાળ અનંત છે. આગળ વધો.
૩. દરેક માનવીની સફળતા પાછળ ક્યાંક પણ જબરદસ્ત સચ્ચાઈ, જબરદસ્ત પ્રામાણિકતા રહેલાં હોવાં જ જોઈએ; જીવનમાં તેની અસાધારણ સફળતાનું કારણ એ જ છે.
૪. અનંત શ્રદ્ધા અને બળ, એ જ માત્ર સફળતાનું રહસ્ય છે.
૫. દૃઢતાપૂર્વક આગળ વધો. અત્યાર સુધીમાં આપણે અદભુત કાર્યો કર્યા છે. બહાદુરો ! આગળ ધપો. આપણે સિદ્ધિ પ્રાપ્ત કરીશું જ !
૬. અનંત ધૈર્ય, અનંત પવિત્રતા અને અનંત ખંત, એ જ કોઈ પણ શુભ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાનું રહસ્ય છે.
૭. હિંમત રાખો અને કાર્ય કર્યે જાઓ. ધીરજ રાખવી અને દૃઢતાથી કાર્ય કરવું, એ જ એક માત્ર માર્ગ છે. આગળ ધપો; અને યાદ રાખજો કે… જ્યાં સુધી તમે પવિત્ર અને સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠાવાન હશો ત્યાં સુધી નિષ્ફળતા કદી નહિ સાંપડે.
૮. કોઈ પણ કાર્યને સફળતા મળતાં પહેલાં સેંકડો મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. જેઓ ખંતથી મંડ્યા રહે છે તેમને સફળતા પ્રાપ્ત થાય છે, પછી વહેલી કે મોડી.
૯. આજ્ઞાપાલન, તત્પરતા અને કાર્ય માટે પ્રેમઃ જો તમારામાં આ ત્રણ હશે, તો તમારી પ્રગતિને કંઈ પણ રોકી નહિ શકે.
૧૦.’છાયા અને ફળ બંનેવાળું હોય તેવા મહાન વૃક્ષનો આશરો લેવો જોઈએ; છતાં જો ફળો ન મળે તો પણ આપણને છાયાની મોજ માણતાં કોણ રોકે છે?’ મહાન પ્રયાસો પણ તેવા જ વિચારથી કરવા જોઈએ, તે આનો સાર 
૧૧. કોઈ પણ અધીરો માણસ કદી પણ સફળતા મેળવી શકે નહિ.
૧૨. વિજય કે પરાજયની પરવા ન રાખો. સંપૂર્ણ નિઃસ્વાર્થ ઈચ્છા સાથે જોડાઈ જઈને કાર્ય કરો. એટલું જરૂર જાણજો કે જે માણસ ફતેહ પામવાને સર્જાયો હોય છે, તે પોતાના મનને પ્રબળ ઈચ્છાશક્તિ જોડે સાંકળે છે અને ખંતથી મંડ્યો રહે છે.
૧૩. નિરાશ ન થશો. અમૃત પીવા ન મળતું હોય તો ઝેર પીવું જોઈએ એવું કંઈ જ નથી.
૧૪. મારા ધ્યેયની સાથે મારું સમગ્ર જીવન છે; મદદ માત્ર એક ઈશ્વરની, બીજા કોઈની નહિ. સફળતાની એ જ ચાવી છે.

No comments:

Post a Comment