Monday, July 9, 2012

આ રહી ગુજરાતણ જે માત્ર દૂધ વેચીને બની છે કરોડપતિ

 

Jul 08, 2012

વડોદરા, તા. 08

સાબરકાંઠા જિલ્લાના પેંટરાપુરાની રમીલાબેન પટેલ માત્ર અને માત્ર દૂધ વેચીને કરોડપતિ બની ગઈ છે. 12 વર્ષ અગાઉ જ્યારે વધારાની આવક માટે દૂધ ઉત્પાદન શરૂ કર્યું ત્યારે  કોઈએ પણ નહોતું વિચાર્યું હોય કે આ નાનકડો આઈડિયા તેમનું ભાગ્ય બદલી દેશે. તેમની સફળતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે વર્ષ 2011-12માં તેમનો ચોખ્ખો નફો એક કરોડ 10 લાખ 17 હજાર 675 રૂપિયા હતો.

43 વર્ષીય રમીલાબેન કદી પણ કૉલેજ નથી ગયાં પરંતુ પોતાની મહેનતના બળ પર આજે લોકો માટે જીવંત ઉદાહરણ બની ગઈ છે. પેંટારપુરા સ્થિત તેમનાં ડેરી ફાર્મમાં દર વર્ષે 5.55 લાખ લિટર દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે. વર્ષ 2000માં તેઓ ગામની એક સહકારી દૂધ મંડળી સાથે જોડાયા હતા.

બેંક લોન લઈને પાંચ ગાયો ખરીદી અને નાના પાયે દૂધનું ઉત્પાદન શરૂ કર્યું હતું. આજે તેઓ પાંચ એકરમાં ફેલાયેલા રણછોડ દૂધ ઉત્પાદન કેન્દ્રને સારી રીતે ચલાવે છે. તેમની પાસે હાલ 280 દૂધાળા પશુઓ છે. વધારાની આવક માટે કરાયેલ એક નાનકડી પહેલ હવે તેમનાં પરિવારનો મુખ્ય વ્યવસાય બની ગયો છે. સાથે રમીલા બેન  ઘણાં લોકોને રોજગારી પણ પૂરી પાડે છે. તેમની પાસે દૂધ દોહવા માટે અત્યાધુનિક ચાર ઑટોમેટિક મશીનો પણ છે.

No comments:

Post a Comment