Tuesday, April 30, 2013

Dutch Queen Abdicates



The moment a queen signed away her throne in favour of her son: Thousands of Dutch turn out to see monarch Beatrix abdicate

Queen Beatrix of the Netherlands looked emotional this morning as she signed over her throne in favour of her eldest son Willem-Alexander. 
The 46-year-old, the first Dutch king in more than 100 years, gripped his mother's hand after they both signed the abdication document at the Royal Palace in Amsterdam. 
The much-loved Beatrix ended her 33-year-reign as thousands of orange-clad people cheered outside and millions more watched on national television.
With her abdication, she becomes Princess Beatrix and her son ascends the throne as King Willem-Alexander. 
The father of three's popular Argentine-born wife becomes Queen Maxima and their eldest daughter, Catharina-Amalia, becomes Princess Orange and first in line to the throne.
King Willem-Alexander has pledged to be a 21st century king, close to his nearly 17 million subjects, and not a 'protocol fetishist'.
Scroll down for video
End of an era: Queen Beatrix of the Netherlands signs the act of abdication next to her son Crown Prince Willem-Alexander and his wife Crown Princess Maxima during a ceremony at the Royal Palace in Amsterdam
End of an era: Queen Beatrix of the Netherlands signs the act of abdication next to her son Crown Prince Willem-Alexander and his wife Crown Princess Maxima during a ceremony at the Royal Palace in Amsterdam
New generation: Queen Beatrix passes the act of abdication to her son Crown Prince Willem-Alexander who smiled widely as he signed the act
New generation: Queen Beatrix passes the act of abdication to her son Crown Prince Willem-Alexander who smiled widely as he signed the act
Relaxed: Dutch Queen Beatrix, smiled as she sat down and prepared to sign the Act of Abdication
Relinquishing role: The much-loved Beatrix ended her 33-year-reign as thousands of orange-clad people cheered outside and millions more watched on national television
New leader:
New leader: King Willem-Alexander of the Netherlands and his mother Princess Beatrix greet the crowd of Dam Square from the balcony of the Royal Palace Amsterdam, following the official abdication
New beginnings:
New beginnings: Dutch King Willem-Alexander and Queen Maxima appear on the balcony of the Royal Palace with their children, from left: Catharina-Amalia, Ariane, and Alexia
Last night  Prince Charles and Camilla joined members of the Dutch Royal Family for a dinner in honour of Queen Beatrix at the world-famous Rijksmuseum in Amsterdam, which has just reopened after a lavish €375m renovation.

Celebration: Prince Charles and wife Camila, Duchess of Cornwall, arrive for a banquet hosted by the Dutch Royal family at the Rijksmuseum, Amsterdam, last night
Celebration: Prince Charles and wife Camila, Duchess of Cornwall, arrive for a banquet hosted by the Dutch Royal family at the Rijksmuseum, Amsterdam, last night
Celebration: Prince Charles and wife Camila, Duchess of Cornwall, arrive for a banquet hosted by the Dutch Royal family at the Rijksmuseum, Amsterdam, last night
Celebration: The pair sported a monochrome looks as they arrived at the elaborate dinner

Dutch Crown Princess Maxima waved as she left the Royal Palace before the ceremony
Dutch Crown Princess Maxima waved as she left the Royal Palace before the ceremony. She wore a variety of stunning jewels for the occasion, which will see her husband take the throne and make her queen consort

Change over: Dutch Queen Beatrix, centre, and Dutch Crown Prince Willem-Alexander, left, and his wife Princess Maxima arrive for the banquet
Change over: Dutch Queen Beatrix, centre, and Dutch Crown Prince Willem-Alexander, left, and his wife Princess Maxima arrive for the banquet
Last dinner: Queen Beatrix Of The Netherlands hosts a Gala Dinner ahead of her abdication
Last dinner: Queen Beatrix Of The Netherlands hosts a Gala Dinner ahead of her abdication last night

Fit for a King and Queen: Queen Beatrix of the Netherlands, centre, hosts a dinner on April 29, 2013 at the National Museum
Fit for a King and Queen: Queen Beatrix of the Netherlands was surrounded by Royal figures, including Camilla, Duchess of Cornwall, who can be seen in sparkling white

શમશાદ : ગાયકીની દુનિયાની પહેલી બેગમ (એકસ્ટ્રા કોમેન્ટ)


એક્સ્ટ્રા કોમેન્ટ - કૃષ્ણકાંત ઉનડકટ
શમશાદ બેગમ માત્ર સારા સિંગર ન હતાં, એક ઉમદા માણસ પણ હતાં. ૨૦ વર્ષ સુધી તેણે ગાયકીની દુનિયામાં રાજ કર્યું પણ એકેય વિવાદ કે લફરામાં કોઈ આંગળી ચીંધી ન શકે એવું તેમનું વ્યક્તિત્વ હતું. નો પાર્ટી, નો ફંક્શન અને નો ગ્લેમર, બધાથી પર રહીને ચમકતા રહેવાની કળા બધાને સિદ્ધ નથી હોતી !
નવ દિવસ પછી તારીખ ત્રીજી મેએ હિન્દી સિનેમાને સો વર્ષ પૂરાં થશે. શમશાદ બેગમનો જન્મ ૧૪મી એપ્રિલ, ૧૯૧૯ના રોજ થયો હતો. શમશાદના જન્મ વખતે હિન્દી સિનેમા છ વર્ષનું હતું, એટલે એમ કહી શકાય કે હિન્દી સિનેમા અને શમશાદ બેગમ એકસાથે મોટાં થતાં હતાં. સિનેમા જ્યારે રંગ પકડતું હતું ત્યારે જ બોલિવૂડને શમશાદનો સ્વર મળ્યો અને ગાયિકીની આખી દુનિયા જ બદલાઈ ગઈ. ૧૩૦૦થી વધુ ગીતો ગાનાર શમશાદ બેગમે ૨૦ વર્ષ સુધી સ્વરના સિંહાસન ઉપર બિરાજી રાજ કર્યું હતું.
એકદમ લોપ્રોફાઈલ રહેનાર શમશાદ બેગમ ફિલ્મી ગ્લેમરથી ઓલવેઝ દૂર જ રહ્યાં હતાં. સ્ટુડિયોમાં રેકોર્ડિગ પતે એટલે સીધા ઘરે પહોંચી જવાનું. એ પાર્ટી એનિમલ ન હતાં. પંક્શન્સમાં પણ ભાગ્યે જ દેખાતાં. તેઓ કહેતાં કે લોકોને મારા અવાજ સાથે લગાવ છે અને એ તેના સુધી પહોંચી જાય છે. ઘરે જમવાનું પણ પોતે જ બનાવતાં. ક્યારેક કોઈ વિવાદ કે લફરામાં ફસાયા ન હોય તેવી બોલિવૂડની હસ્તી શોધવી અઘરી પડે, પણ જો આવું કોઈ લિસ્ટ બને તો કદાચ સૌથી ઉપર શમશાદ બેગમનું નામ આવે.
તેમના અવાજમાં એક અનોખો જાદુ હતો. એ સમયે શમશાદ અને નૂરજહાંની સરખામણી ખૂબ જ થતી. હિન્દી ફિલ્મ જગતના રેડી રેફરન્સ તરીકે ઓળખાતા અરવિંદ શાહ શમશાદના દિવસોને યાદ કરીને કહે છે કે, શમશાદ અને નૂરજહાં બંને બોલિવૂડમાં નસીબ ચમકાવવા લાહોરથી મુંબઈ આવ્યાં હતાં. બંનેને ફિલ્મમાં ગીત ગાવાનો પહેલો ચાન્સ ગુલામ હૈદરે આપ્યો હતો. શમશાદે'ખજાનચી' અને નૂરજહાંએ 'ખાનદાન'માં પહેલું ગીત ગાયું. બંનેએ સારું નામ મેળવ્યું. સફળ થયાં. તેમનાં ગીતો લોકોને કંઠે રહેતા. પાર્ટિશન વખતે નૂરજહાં પાકિસ્તાન ચાલ્યા ગયા, પણ શમશાદ બેગમે મુંબઈ છોડવું ન હતું.
શમશાદની કરિયર થોડીક વિચિત્ર રીતે થઈ હતી, તેનું પહેલું જ ગીત ખોટા નામે રિલીઝ થયું હતું ! શમશાદના કાકા અમીરૂદ્દીન ગીત-સંગીતના શોખીન હતા. શમશાદ ઘરના પ્રસંગોમાં ગીતો ગાતી હતી ત્યારે દીકરીનો હુન્નર એ ઓળખી ગયા. 'જેનોફોન' નામની રેકોર્ડિગ કંપનીમાં શમશાદને લઈ ગયા. વોઈસ ટેસ્ટ આપ્યો અને કંપનીએ કહ્યું કે, આજે ને આજે કોન્ટ્રાક્ટ સાઈન કરો. તમને એક ગીતના સાડા બાર રૂપિયા મળશે. કંપનીએ પહેલું રેકોર્ડિગ કર્યું એ ગીત નહીં 'જય જગદીશ હરે' આરતી હતી ! આ ગીત સાથે ગાયકનું નામ જોયું ત્યારે શમશાદ બેગમ ચોંકી ગયાં ! એમાં નામ હતું, ઉમાદેવી ! એવું કહેવાયું કે હિન્દુ આરતીમાં મુસ્લીમ નામ સારું નહીં લાગે. શમશાદે કહ્યું કે આવું નહોતું કરવું જોઈતું ! અલબત્ત એ આરતી જબરદસ્ત હિટ થયેલી. જો કે ઉમાદેવી વાત જાહેર થઈ ત્યારે એવી મજાક ઊડેલી કે પહેલા જ ગીતમાં શમશાદ બેગમનો ધરમપલટો થઈ ગયો !
જો કે આવા બધા વિવાદોથી પણ શમશાદ બેગમ પર રહ્યાં હતાં. શમશાદના પિતા હુસેન બક્ષ ખાન ઓવરસિયર હતા. બાર ભાઈ-બહેનમાં નામ કાઢયું માત્ર સાત ધોરણ ભણેલી શમશાદે. માત્ર ૧૭ વર્ષની વયે શમશાદે હિન્દુ એડવોકેટ ગણપતલાલ બટ્ટો સાથે લવમેરેજ કર્યા હતા. ૧૯૫૬માં ગણપતલાલનું અવસાન થયું. પછી ચારેક વર્ષ ગાઈને શમશાદ બેગમે ફિલ્મ અને ગાયકીને બાયબાય કહી દીધું હતું.
સંગીતકાર ઓ. પી. નૈયરે ક્યારેય લતા મંગેશકર પાસે ગીત ગવડાવ્યું ન હતું, તેમની એક માત્ર ચોઈસ શમશાદ બેગમ હતાં. જો કે શમશાદ અને લતા મંગેશકરે ઘણાં ગીતો સાથે ગાયાં છે. એમાંયે બંનેએ સાથે ગાયેલી 'મુઘલ-એ-આઝમ'ની કવ્વાલી 'તેરી મહેફિલ મેંે કિસ્મત આજમા કર હમ ભી બેઠેગે...' તો હજુ પણ એવી ને એવી પોપ્યુલર છે. શમશાદ કહેતાં કે મને કોઈની સામે ક્યારેય કોઈ વાંધો જ નથી રહ્યો !
પોતાના અવસાનની ખોટી ખબર ઊડી ત્યારે પણ એ હસતાં હતાં. અખબારોમાં એવા સમાચાર છપાઈ ગયા કે સુપ્રસિદ્ધ ગાયિકા શમશાદ બેગમનું અવસાન. હા શમશાદનું અવસાન થયું હતું, પણ એ શમશાદ સાયરાબાનુનાં નાની હતાં. સાયરાબાનુનાં માતા નસીમબાનુ અને નસીમબાનુનાં માતાનું નામ શમશાદ હતું, જો કે એ શમશાદ 'છમિયા'ના નામે વધુ મશહૂર હતાં. શમશાદ ઉર્ફે 'છમિયા' દિલ્હીની મશહુર તવાયફ હતી. આ શમશાદનું મૃત્યુ થયું ત્યારે ઘણાએ શમશાદ બેગમના અવસાનના ખબર છાપી નાખ્યા હતા. કરુણતા જુઓ, હવે જ્યારે ખરેખર શમશાદ બેગમનું અવસાન થયું છે ત્યારે એક-બે ટી.વી. ચેનલે એવું ચલાવ્યું કે શમશાદ બેગમ સાયરાબાનુનાં નાનીમા હતાં !
કિશોરકુમાર સ્ટ્રગલ કરતા હતા ત્યારે તેણે શમશાદ બેગમને પૂછયું હતું કે, આપા, આપ કે જૈસા કભી મેરા નામ હોગા કી નહીં ! ત્યારે શમશાદ બેગમે તેને સફળતાની ચિંતા કર્યા વગર મહેનત કરતા રહેવાની શિખામણ આપી હતી અને એક સમયે કિશોરકુમારનું નામ ટોપ પર હતું.
શમશાદ બે વ્યક્તિને હંમેશાં આદર આપતાં. એક તો ગુલામ હૈદર અને બીજા ઓ. પી. નૈયર. ૧૯૬૦માં શમશાદ બેગમે ગાવાનું છોડી દીધું તેના આઠ વર્ષ બાદ ઓ.પી. નૈયરે ગીત ગાવાની વિનંતી કરી. ઓ.પી.ને ના ન કહી શકાય એટલે તેણે આઠ વર્ષના બ્રેક પછી 'કિસ્મત' ફિલ્મમાં 'કજરા મુહોબતવાલા, અંખિયો મેં ઐસા ડાલા...' ગીત ગાયું અને આ છેલ્લું ગીત પણ જબરદસ્ત હિટ રહ્યું હતું. શમશાદનું એક ગીત જે હજુ પણ લોકોની રિંગટોન બનતું રહ્યું છે એ છે, મેરે પિયા ગયે રંગુન, વહાં સે કિયા હૈ ટેલિફુન... હિટ થયું, પણ સાથોસાથ એ વાત પણ ખૂબ ચર્ચામાં રહી હતી કે આ ગીત આવ્યું ત્યારે ભારત અને રંગુન (બર્મા-મ્યાનમાર) વચ્ચે ટેલિફોન ર્સિવસનું અસ્તિત્વ જ નહોતું !
શમશાદ બેગમ પોતાના જીવન અને કરિયરની વાત નીકળતી ત્યારે પોતાની મેન્ટર ગુલામ હૈદરે શીખવાડેલી બે વાત જ કહેતા. એક તો ગમે તે બનો, પણ સૌથી પહેલાં સારા માણસ બનવાનું અને બીજી વાત એ કે, સિંગર ઇઝ ઓલવેઝ લાઈક વોટર, જેમ પાણી ગ્લાસ, કળશ, માટલી, નદી, તળાવ, ઝરણું અને દરિયા બધામાં પોતાનું સ્થાન બનાવી અને સ્વીકારી લે છે એમ સિંગરે પણ તમામ પ્રકારનાં ગીતો શીખી અને ગાતાં રહેવાના... કોઈ જાતના ઠઠારા વગર શાનથી જીવનાર 'બેગમ'ને સલામ !

જુઓ તસવીરો: 10 ક્લાસિક બોલીવુડ ખલનાયકો


આ અભિનેતાઓને તેમના ડાયલોકને કારણે અનેક લોકો ઓળખતા થઇ ગયા છે તેમ જ લોકો તેમના ડાયલોક અવારનવાર એકબીજાને સંભળાવતા પણ હોય છે.

1)અમઝદ ખાન
   મુવી:  સોલે
   ફેમસ ડાયલોગ: યે હાથ મુઝે દેદે ઠાકુર




2)ગુલશન ગોવર
   મુવી:  રામ લખન
    ફેમસ ડાયલોગ: બેડ મેન  




3)અમરિષ પુરી
   મુવી:  મિ.ઇન્ડિયા 
   ફેમસ ડાયલોગ: મોગેમ્બો ખુશ હોવા 




4)શક્તિ કપૂર
   મુવી: અંદાજ અપના અપના
    ફેમસ ડાયલોગ: આંખે નિકાલ કે  ગોટીયા ખેલુંગા 




5)અનુપમ ખેર
   મુવી: તેજાબ
   ફેમસ ડોયલોગ: ઇસ થપ્પડ કી ગુંજ અભી તક મેરે કાનો મેં હે. 




6) ખુલભુષણ ખરબન્દા
    મુવી શાન




7)રણજીત
80ના દાયકાનો ફેમસ હિરો 




8)પ્રેમ ચોપરા
   પ્રેમ ચોપરા તેનુ પોતાનુ નામ ફિલ્મમાં રાખવા માટે આગ્રહ રાખતો હતો.
  ફેમસ ડાયલોગ:  પ્રેમ ચોપરા નામ હૈ મેરા પ્રેમ ચોપરા



9)અજીત
   મુવી: કાલીચરણ
   ફેમસ ડાયલોગ: સારા શહેર મુજે લોઇન કે નામ સે જાનતા હૈ



10) પ્રાણ
     મુવી: રામ ઔર શ્યામ
     ફેમસ ડાયલોગ: મેં ભી પુરાના ચીડી-માર હુ, પર કાટના અચ્છે સે જાનતા હુ
 

મુંબઈના સંતે ફેસબુક કમેન્ટ્સનો રેકોર્ડ બનાવ્યો

મુંબઈ, 26 એપ્રિલ

ભારતના આધ્યાત્મિક ગુરુ રાજેન્દ્ર મનહારાજે પોતાની રીતે પહેલો રેકોર્ડ બનાવીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.  રાજેન્દ્ર મહારાજના નામે આ રેકોર્ડ ફેસબુક  પર તેમની ટિપ્પણી પર પ્રાપ્ત 156.2 લાખ ટિપ્પણીઓ માટે થયો છે. મુંબઈના મલાડ સ્થિત રાજેન્દ્ર મહારાજના અમોઘ ધામના પ્રવક્તા મંગળવારે જણાવ્યું હતું કે, આ રેકોર્ડમાં ખાસ વાત એ છે કે દરેક ટિપ્પણીઓમાં રામ લખેલ છે.

રાજેન્દ્ર મહારાજને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી મળેલ સર્ટીમાં કહેવાયું છે કે, 30 માર્ચના રોજ ફેસબુકની તમામ સામગ્રી પર સૌથી વધુ ટિપ્પણીઓ 15,629,405 રાજેન્દ્ર મહારાજ જાપ ક્લબમાં તેમની 27 માર્ચે કરેલ એક ટિપ્પણી બાદ નોંધાઈ હતી. ગત્ મહિને રાજેન્દ્ર મહારાજની પુત્રીએ તેમના ફેસબુક ખાતા પર અનુયાયીઓને ખાસ ટિપ્પણીમાં 'રામ' લખવા કહ્યું હતું. હવે રાજેન્દ્ર મહારાજ આ આંકડો 900 લાખ પર પહોંચાડવા માંગે છે. 

ક્લિંટનનાં ટ્વિટર પર ૨૪ કલાકમાં ૪ લાખ પ્રશંસક જોડાયા


વોશિંગ્ટન, તા. ૨૬
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિંટન પણ હવે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર સાથે જોડાઈ ગયા છે. બિલ ક્લિંટન ટ્વિટર સાથે જોડાયા તેના ૨૪ કલાકમાં તો ચાર લાખ પ્રશંસકો તેમનાં ટ્વિટર એકાઉન્ટ સાથે જોડાઈ ગયા હતા.
'ધ કોલબર્ટ રિપોર્ટ' નામના એક અમેરિકી લોકપ્રિય શોમાં કોમેડિયન સ્ટિફેન કોલબર્ટને આપેલા પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન ક્લિંટને જણાવ્યું હતું કે, તેમણે નવમી એપ્રિલે અધિકારિક રીતે ટ્વિટર પર પોતાનું એકાઉન્ટ ખોલી દીધું હતું. ૬૬ વર્ષના ક્લિંટને મધ્યરાત્રી પહેલાં પોતાનાં એકાઉન્ટ પરથી પ્રથમ વખત ટ્વિટ કર્યું હતું અને તેમણે લખ્યું હતું કે, 'ટ્વિટર સાથે જોડાયા બાદ ઉત્સાહિત છું, ચેલ્સેઆ ક્લિંટન અને મારા સારા મિત્રો, સ્ટેફન એટ હોમ'. ક્લિંટને લોકોને વિશ્વ મેલેરિયાદિવસની યાદ અપાવી હતી અને ગુરુવારે રાત્રે તેમણે પૂર્વ પ્રમુખ જ્યોર્જ ડબલ્યૂ બુશને પણ શુભેચ્છાસંદેશ પાઠવ્યો હતો. જ્યોર્જ ડબલ્યૂ બુશ ક્લિંટન પછી ૨૦૦૧માં અમેરિકાના પ્રમુખ બન્યા હતા.

ગજબ કહેવાય : ૯૬ વર્ષના વૃદ્ધને માથે શિંગડાં ઊગ્યાં : બિહારની ઘટના


પટણા તા. ૨૯
બિહારના બાંકા જીલ્લાના અમરપુર પ્રાંતનાં સાલેમપુર ગામના ૯૬ વર્ષના વયોવૃદ્ધ જગદીશ કાપડીને માથાના ડાબી તરફના ભાગમાં ૩ ઈંચ લાંબાં બકરી વગેરે પશુ જેવાં મજબૂત અને ધારદાર શિંગડાં નીકળી આવતાં સમગ્ર પંથકમાં આશ્ચર્ય સાથે કુતૂહલ ફેલાયું છે. સ્થાનિક ડોક્ટરો પણ ભારે વિમાસણમાં મુકાઈ ગયા છે. માનવજાતના વર્તમાન યુગના ઇતિહાસમાં ક્યાંય આવો અદ્ભુત દાખલો જોવા કે સાંભળવા નથી મળ્યો.
શિયાળાની ગરમ ટોપી ફાડી શિંગડાંએ દેખા દીધી : ડોક્ટરો પણ સ્તબ્ધ
ગયા શિયાળા દરમ્યાન ૬ માસ અગાઉ અચાનક તેમને લાગ્યું કે માથામાં ડાબા ભાગે કાંઈક વિકસી રહ્યું છે. વયોવૃદ્ધ જગદીશ કાપડીએ આ શિંગડાંથી બીજી કોઈ તકલીફ ન હોવાનું જણાવતાં કહ્યું કે મને શિંગડાં નીકળી આવતાં લોકો વચ્ચે હું મારી જાતને અલગ પડતી અનુભવું છું. વયોવૃદ્ધની ૯૬ વર્ષની ઉંમર હોવાથી ઓપરેશન શક્ય ન હોવાનું સ્થાનિક ડોક્ટરો કહી રહ્યા છે.

Friday, April 12, 2013

Mumbai girl tops GRE with full marks


The GRE results were announced by Educational Testing Services, a US-based organisation that conducts the examinations worldwide.

Ashwini Nene
Mumbai girl Ashwini Nene has topped the Graduate Record Examination (GRE) -- a pre-requisite for admissions to most US graduate schools and for some other countries - by scoring full marks of 340/340, an official said here Wednesday.
Nene, 20, is a student of Sardar Patel Institute of Technology, Andheri.
The GRE results were announced by Educational Testing Services, a US-based organisation that conducts the examinations worldwide.
Coached by KIC Education in Andheri, Nene is one of the few students globally to have scored a full marks in a revised and tougher GRE format this year.
"Ashwini Nene has many great attributes which went into producing the special score. She stands out for her humility, is very coachable and ensured that she made every classroom session count by absorbing all concepts and applying them effectively during practice," said KIC Education's founder and chief mentor G. Kohli.
Nene said that the strategies taught by KIC Education were brilliant and she used them while giving the actual test, besides specific instructions for different question types, 20-30 tests in hard and soft formats, which help her get 340/340.
"It is hard to predict what (questions) one will get and though I expected to get close to 340, I did not anticipate an absolute score. Now, I shall focus on my academic and build a strong profile to qualify for the best universities in the US," Nene said.
Nene's parents are technology professionals in the northwest Mumbai Vile Parle suburb.

Wednesday, April 10, 2013

ગૂગલે ભારતીય નિષ્ણાતને ટ્વિટરમાં જતા રોકવા ૫૪૪ કરોડ આપ્યા


વોશિંગ્ટન, તા. ૧૦
 
ભારતીય ટેકનોલોજી નિષ્ણાતો વર્ષોથી વિદેશોમાં છવાયેલા રહ્યા છે. અનેક વિદેશી કંપનીઓ માહિતી ટેકનોલોજી ક્ષેત્રે તેમજ અન્ય સેક્ટરમાં ભારતીયોની કુશળતાનો ઉપયોગ કરી રહ્યા છે. અમેરિકાનાં પ્રમુખ બરાક ઓબામાએ પણ ભારતીય ટેકનોલોજી નિષ્ણાતોની કુશળતાને સ્વીકારી છે. દેશ વિદેશની મોટી મોટી કંપનીઓ ભારતીય ટેલેન્ટને તેમને ત્યાં જાળવી રાખવા અને તેઓ નોકરી છોડીને અન્ય સ્થળે ન જાય તે માટે મોં માગ્યો પગાર અને પોસ્ટ આપે છે. આવું જ કઈંક ભારતનાં નિષ્ણાત નીલ મોહન સાથે થયું છે. સર્ચ એન્જિન ગૂગલે ભારતીય નિષ્ણાત નીલ મોહન નોકરી છોડીને ટ્વિટરમાં જોડાય નહીં તે માટે તેમને રૂ. ૫૪૪ કરોડનું બોનસ આપ્યું છે.
મૂળ ભારતીય અમેરિકન નાગરિક નીલ મોહન ગૂગલમાં એડવર્ટાઈઝિંગ પ્રોડક્ટસનાં વાઈસ પ્રેસિડેન્ટ છે. ટ્વિટરે તાજેતરમાં તેમને પ્રોડક્ટ ચીફની પોસ્ટ ઓફર કરી હતી પણ ગૂગલે તેમને નોકરી છોડીને નહીં જવા રોકી રાખ્યા છે અને ૧૦ કરોડ ડોલર એટલે કે રૂ. ૫૪૪ કરોડનું બોનસ આપ્યું છે.
નીલ મોહનની ક્ષમતાનો ઉપયોગ કરીને ગૂગલ રૂ. ૩૮૧૦૮ કરોડની કમાણી કરશે
નીલ મોહનનાં નિષ્ણાત જ્ઞાનનો ઉપયોગ કરીને ગૂગલ ૭ અબજ ડોલર એટલે કે રૂ. ૩૮૧૦૮ કરોડની કમાણી કરવા માગે છે. ઈન્ટરનેટ એડવર્ટાઈઝિંગ સેક્ટરનાં લોકો નીલ મોહનની ક્ષમતા જાણે છે. તેઓ ટેકનોલોજીની અદ્ભૂત સમજ ધરાવે છે અને નવી ટેકનોલોજીનાં રેવન્યૂ મોડેલની સારી સૂઝ ધરાવે છે. બિઝનેસ સ્ટ્રેટેજી પર તેમની સારી પકડ છે. આથી જ ગૂગલે તેમને નોકરી નહીં છોડવા સમજાવ્યા છે. કંપનીએ તેમને આ માટે રૂ. ૫૪૪ કરોડનાં શેર્સ આપ્યા છે. હાલનાં માર્કેટ ભાવ મુજબ આ શેર્સની કિંમત ૧૦ કરોડથી વધીને ૧૫ કરોડ ડોલર થઈ ગઈ છે. ભારતીય રૂપિયામાં તેનું મૂલ્ય રૂ. ૮૧૭ કરોડ થવા જાય છે.
નીલ મોહને સ્ટેનફોર્ડ યુનિર્વિસટીમાંથી ૧૯૯૬માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે. તેમણે એન્ડરસન કન્સલ્ટિંગ પછી એક્સેન્ચર અને નેટ ગ્રેવિટી જોઈન્ટ કરી હતી. ૧૯૯૭માં નેટ ગ્રેવિટીને ડબલ ક્લિકે ટેકઓવર કર્યા પછી નીલ મોહન ડબલ ક્લિકમાં જ રહ્યા હતા.ગૂગલે ૨૦૦૭માં તેને ખરીદી હતી.

કેદીઓના બાળકોને નવી જિંદગી આપતી નેપાળની એક 'યશોદા'


કાઠમંડુ, તા. ૭
નેપાળની પુષ્પા બાસનેટ જેલમાં જન્મેલા એક નહિ પરંતુ ૪૬ બાળકોની યશોદા મા છે. પુષ્પા કાઠમંડુમાં રહે છે અને તેના પરિવારમાં પાછલા છ મહિનાથી ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ૪૬ બાળકો રહે છે. આ બધા જ બાળકોની માતા જેલમાં છેે. નેપાળની અલગ અલગ જેલમાં બંધ કેદીઓના બાળકોને પુષ્પાએ સહારો આપ્યો છે. પુષ્પાના ઘરમાં આ બાળકોને વાંચવા માટે રૃમ,લાઈબ્રેરી વગેરે જેવી સુવિધા છે.
કેવી રીતે કરી શરૃઆત ?
પુષ્પાએ જણાવ્યું કે, કાઠમંડુની સેંટ ઝેવિયર્સ કોલેજમાં તે સામાજિક કાર્યમાં સ્નાતકનો અભ્યાસ કરી રહી હતી, ત્યારે તેને જેલને અંદરથી જોવાનો અવસર મળ્યો હતો, તે સમયે તેણે જેલમા નાનાં બાળકો જોયા હતા અને તેના મનમાં વિચાર આવ્યો હતો કે હું કેટલી નસીબદાર છું કે, મારો ઉછેર એવા ઘરમાં થયો છે જ્યાં મને બધી જ સુખ સુવિધાઓ મળી હતી. બીજી તરફ આ બાળકો છે જેમની મા જેલમા કેદ છે તેથી તેઓ પણ જેલમાં જ છે, તે સમયે મંે વિચાર્યું હતું કે, હું આ બાળકોની જિંદગી સુધારવા માટે ચોક્કસથી કંઈક કરીશ, ત્યાર બાદ મેં આ બાળકોની મદદ કરવા માટે એક સંસ્થા બનાવી. પરંતુ સૌથી મોેટો પડકાર મારી સામે ત્યારે આવ્યો જ્યારે, આ બાળકોને જેલમાંથી બહાર લાવવાના હતા. કેમકે તેમણે બહારની દુનિયા ક્યારેય જોઈ ન હતી.
કેવી રીતે બની માતા ?
 પુષ્પાએ કહ્યું કે, બાળકોની માતાને તેમના બાળકોને બહાર મોકલવા માટેનો વિશ્વાસ અપાવવો ઘણો મુશ્કેલ હતો. હું જેલમાં જઈને બાળકોની માતાને એવો વિશ્વાસ અપાવતી હતી કે, હું તેમના બાળકોનું સંપૂર્ણ ધ્યાન રાખીશ, પરંતુ તેમને મારી ઉપર વિશ્વાસ નહોતો આવતો કેમકે હું તેમના માટે અજાણી હતી. આખરે જેલરે મારી મદદ કરી હતી અને જેલના કેદીઓને સમજાવ્યા હતા, ત્યાર બાદ બાળકો સવારે જેલમાંથી બહાર આવતા અને આખો દિવસ તેઓ મારી સાથે ભણતા અને રમતા હતા. સાંજે જ્યારે તેઓ તેમની માતા પાસે જતા હતા ત્યારે તેઓ ખુશ દેખાતા હતા, તેથી, તેમની માતાઓને થયું કે તેમના બાળકોના ભવિષ્ય માટે સારું છે.
 પુષ્પાએ કહ્યું કે, આજે પણ કોઈ નવું બાળક તેમના ઘરે આવે છે તો શરૃઆતમાં તે અસહજ હોય છે, પરંતુ થોડા જ દિવસમાં તે હળીમળી જાય છે, જ્યારે પણ કોઈ બાળકની માતાની સજા પૂર્ણ થઈ જાય છે ત્યારે તે બાળકને પોતાની સાથે પોતાના ઘરે લઈ જાય છે. પુષ્પા કહે છે કે બાળક ઘરે જાય છે ત્યારે મને ઘણું દઃુખ થાય છે, પરંતુ તે વાતની ખુશી પણ થાય છે કે તે તેના પોતાના ઘરે જઈ રહ્યું છે.

Tuesday, April 9, 2013

હિલેરી ક્લિન્ટન ૨૦૧૬માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી લડી શકે છે


વોશિંગ્ટન, તા.૮
અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન વર્ષ ૨૦૧૬માં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી લડી શકે છે તેમના પતિ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટને આવો નિર્દેશ આપ્યો છે.
અમેરિકામાં તાજેતરના ઇતિહાસમાં સૌથી વધુ લોકપ્રિય રાષ્ટ્રપ્રમુખ રહી ચૂકેલા બિલ ક્લિન્ટને શનિવારે રાત્રે એક સમારોહમાં એમ કહીને અફવાઓને હવા આપી હતી કે વર્ષ ૨૦૧૬માં રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીમાં દેશ સામે કેટલાક સારા વિકલ્પ હશે.
સેન્ટ લુઇમાં તેમના આ ટીપ્પણીનો સમારોહમાં હાજર રહેલા લોકોએ તાળીઓથી જોરદાર સ્વાગત કર્યું હતું તેઓનો અંદાજ હતો કે તે હિલેરી ક્લિન્ટન વિશે વાત કરી રહ્યા છે. ક્લિન્ટન ગ્લોબલ ઇનિશિએટિવ (સીજીઆઇ)માં ક્લિન્ટને એક પ્રશ્નના જવાબમાં કહ્યું , હું સમજું છું કે અમેરિકા રાષ્ટ્રપ્રમુખ માટે કેટલાક ઘણા સારા વિકલ્પ હશે. 
પૂર્વ રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે તે રાષ્ટ્રપ્રમુખ પદ માટે બે કાર્યકાળની સીમાને પસંદ કરે છે પરંત આ સાથે જ તેમણે કહ્યું કે તે ભાવિ રાષ્ટ્રપ્રમુખોને ત્રીજીવાર રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડવાની મંજૂરી આપવાનો વિરોધ કરી રહ્યા નથી, પરંતુ ત્રીજો કાર્યકાળ બીજા કાર્યકાળ બાદ તરત નહીં હોવો જોઇએ. ક્લિન્ટને કહ્યું, મને પૂરોે વિશ્વાસ છે કે ઘણા એવા પ્રતિભાશાળી લોકો હશે જે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનવા આતુર હશે.    

Thursday, April 4, 2013

ઓબામા પગારની પાંચ ટકા રકમ સરકારી ખજાનામાં આપશે


વોશિંગ્ટન, 4 એપ્રિલ 
અમરેકામાં ચાલી રહેલી આર્થિક તંગી અને બજેટ ખાધ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ તેના પગારની લગભગ પાંચ ટકા રકમ એટલે કે ૨૦ હજાર ડોલર સરકારી તિજોરીમાં પાછી મોકલી દેવાનો નિર્ણય કર્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું ર્વાષિક વેતન ચાર લાખ ડોલર( રૃપિયા બે કરોડથી વધારે) છે અને દેશવાસીઓ સાથે એકતા દર્શવવા માટે તે લગભગ ૨૦ હજાર ડોલર(રૃપિયા દસ લાખથી વધારે) સરકારી ખજાનામાં પાછા મોકલી દેશે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જે કાર્નેએ જણાવ્યું હતું કે , કોંગ્રેસના સભ્યો સાથે રાષ્ટ્રપ્રમુખનું વેતન કાનૂન દ્વારા નક્કી કરવામાં આવે છે અને તેને બદલાવી નથી શકાતું, પરંતુ રાષ્ટ્રપ્રમુખે નિર્ણય કર્યો છે કે સંઘ સરકારમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા ત્યાગ હેઠળ તેઓ પણ તેમના વેતનનો એક હિસ્સો સરકારી ખજાનામાં જમા કરાવશે.
ઓબામાની સરકારી ખજાના માટે મન્થલી ચેક કાપવાની યોજના છે, જે એક માર્ચથી અમલી બની છે, પરંતુ તે પહેલો ચેક એપ્રિલથી આપશે. આના એક દિવસ પહેલા અમેરિકાના સંરક્ષણ પ્રધાન ચક હગલ પણ આ પ્રકારના પગલાંની જાહેરાત કરી ચૂક્યા છે.
સેનેટર માર્ક બેરિચે પણ જાહેર કર્યું હતું કે તે સ્વૈચ્છિક રીતે તેના પગારનો અમુક હિસ્સો સરકારી તિજોરીમાં જમા કરાવશે તથા તેના સ્ટાફના અડધાથી વધારે સભ્યોએ પણ આ પ્રકારના પગલાં લીધા છે.

Monday, April 1, 2013

શેક્સપિયર બ્લેક માર્કેટિંગ કરતા હતા :અભ્યાસ


લંડન, તા. ૧
તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે,અંગ્રેજી સાહિત્યના પિતા ગણાતા નાટયકાર વિલિયમ શેક્સપિયર કરચોરી કરતા હતા અને બ્લેક માર્કેટિંગ સાથે સંકળાયેલા હતા. પોતાની પડતીના દિવસોમાં તેમણે ગેરકાયદે અનાજની જમાખોરી કરી હતી. એટલું જ નહિ, ટેક્સ ચોરીના આરોપમાં પણ જેલ જતાં જતાં બચ્યા હતા. વેલ્સમાં આવેલી ઓબરેટસ્ટવિથ યુનિર્વિસટીના રિસર્ચર્સ દ્વારા કરાયેલા અભ્યાસમાં આ બધું જાણવા મળ્યું છે.
શેક્સપિયરના ચાહકોને ભલે અભ્યાસમાં બહાર આવેલાં તારણો ચોંકવાનારાં લાગે, પરંતુ અભ્યાસમાં સામેલ જેની આર્ચર કહે છે કે,શેક્સપિયરની નાટયકાર સિવાયની આ બીજી બાજુ હતી. તે એક ક્રૂર બિઝનેસમેન હતા, જે તેમનો ફાયદો વધારવા માટે બીજાના અધિકારોનો ભોગ લેતાં પણ ખચકાતા નહોતા. ટેક્સ બચાવવા અને નબળા લોકોનો લાભ પણ લેતા હતા. શેક્સપિયરને યુરોપમાં જ્યારે દુકાળની પરિસ્થિતિત હતી ત્યારે તેમનું નિર્દયી બિઝનેસમેન તરીકેનું સ્વરૃપ બહાર આવ્યું હતું.
શેક્સપિયરના ટેક્સ અને અન્ય દસ્તાવેજો મળ્યા
જેની આર્ચરે આ અભ્યાસ યુનિર્વિસટીમાં તેમના સાથી હોર્વર્ડ થોમસ અને રિચાર્ડ ટર્લે સાથે મળીને કર્યો છે. આ રિસર્ચ ટીમને શેક્સપિયરના ટેક્સ અને અન્ય દસ્તાવેજો કોર્ટમાંથી મળ્યા હતા, આ દસ્તાવેજોને લીધે તેમણે ઘણી વાર કોર્ટમાં જવું પડયું હતું. તેમણે ઘણી વાર અનાજ તથા ખાવાપીવાની વસ્તુઓ મેળવવા બદલ દંડ પણ ભરવો પડયો હતો. ઉપરાંત કરચોરી માટે જેલ જવાની પણ ચેતવણી આપવામાં આવી હતી. ગેરકાયદે પ્રવૃત્તિઓને કારણે તેઓ ૧૬૧૩માં નિવૃત્તિના સમયે તેમના હોમટાઉન,સ્ટ્રેટફોર્ટના સૌથી મોટા પ્રોપર્ટી ઓનર બની ગયા હતા.

ચિત્રા રામક્રિષ્ના એનએસઇના ચીફ બન્યા


નવી દિલ્હી, તા. 1
નાણાકિય વર્ષ ૨૦૧૩-૧૪ના પ્રથમ દિવસે જ નેશનલ સ્ટોક એક્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે પ્રથમ વખત એક મહિલાની નિમણૂંક કરવામાં આવી છે. ગત નવેમ્બરમાં એનએસઇ બોર્ડની બેઠકમાં તેઓ તા.૧લી એપ્રિલ ૨૦૧૩થી પાંચ વર્ષ માટે આ પદ માટે ચૂંટાયા હતા. ૧૯૯૧માં તેઓ એનએસઇમાં લિડરશીપ પોઝિશન પર જોડાયા બાદ છેલ્લે તેઓ એક્સચેંજના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર પદે કામગીરી કરી હતી. આ ઉપરાંત સમગ્ર ભારતમાં શરૃ કરવામાં આવેલા સ્ક્રીન આધારીત સ્ટોક એક્ચેંજમાં તેઓ સરકાર દ્વારા ચૂંટાયેલા પાંચ સભ્યોની ટીમમાં પણ સામેલ હતા. રામાક્રિષ્ના પહેલા ૨૦૦૦ના વર્ષથી રવિ નારાઇન એમ.ડી. અને સીઇઓ હતા. ઉલ્લેખનિય છે કે,એનએસઇના પ્રથમ એમ.ડી. આર.એચ. પાટીલે આ બંનેને આઇડીબીઆઇમાંથી સ્ટોક એક્સચેંજ સ્થાપવા માટે જ લીધા હતા.