Tuesday, April 9, 2013

હિલેરી ક્લિન્ટન ૨૦૧૬માં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી લડી શકે છે


વોશિંગ્ટન, તા.૮
અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન વર્ષ ૨૦૧૬માં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી લડી શકે છે તેમના પતિ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટને આવો નિર્દેશ આપ્યો છે.
અમેરિકામાં તાજેતરના ઇતિહાસમાં સૌથી વધુ લોકપ્રિય રાષ્ટ્રપ્રમુખ રહી ચૂકેલા બિલ ક્લિન્ટને શનિવારે રાત્રે એક સમારોહમાં એમ કહીને અફવાઓને હવા આપી હતી કે વર્ષ ૨૦૧૬માં રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીમાં દેશ સામે કેટલાક સારા વિકલ્પ હશે.
સેન્ટ લુઇમાં તેમના આ ટીપ્પણીનો સમારોહમાં હાજર રહેલા લોકોએ તાળીઓથી જોરદાર સ્વાગત કર્યું હતું તેઓનો અંદાજ હતો કે તે હિલેરી ક્લિન્ટન વિશે વાત કરી રહ્યા છે. ક્લિન્ટન ગ્લોબલ ઇનિશિએટિવ (સીજીઆઇ)માં ક્લિન્ટને એક પ્રશ્નના જવાબમાં કહ્યું , હું સમજું છું કે અમેરિકા રાષ્ટ્રપ્રમુખ માટે કેટલાક ઘણા સારા વિકલ્પ હશે. 
પૂર્વ રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે તે રાષ્ટ્રપ્રમુખ પદ માટે બે કાર્યકાળની સીમાને પસંદ કરે છે પરંત આ સાથે જ તેમણે કહ્યું કે તે ભાવિ રાષ્ટ્રપ્રમુખોને ત્રીજીવાર રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડવાની મંજૂરી આપવાનો વિરોધ કરી રહ્યા નથી, પરંતુ ત્રીજો કાર્યકાળ બીજા કાર્યકાળ બાદ તરત નહીં હોવો જોઇએ. ક્લિન્ટને કહ્યું, મને પૂરોે વિશ્વાસ છે કે ઘણા એવા પ્રતિભાશાળી લોકો હશે જે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનવા આતુર હશે.    

No comments:

Post a Comment