Thursday, April 4, 2013

ઓબામા પગારની પાંચ ટકા રકમ સરકારી ખજાનામાં આપશે


વોશિંગ્ટન, 4 એપ્રિલ 
અમરેકામાં ચાલી રહેલી આર્થિક તંગી અને બજેટ ખાધ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ તેના પગારની લગભગ પાંચ ટકા રકમ એટલે કે ૨૦ હજાર ડોલર સરકારી તિજોરીમાં પાછી મોકલી દેવાનો નિર્ણય કર્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું ર્વાષિક વેતન ચાર લાખ ડોલર( રૃપિયા બે કરોડથી વધારે) છે અને દેશવાસીઓ સાથે એકતા દર્શવવા માટે તે લગભગ ૨૦ હજાર ડોલર(રૃપિયા દસ લાખથી વધારે) સરકારી ખજાનામાં પાછા મોકલી દેશે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જે કાર્નેએ જણાવ્યું હતું કે , કોંગ્રેસના સભ્યો સાથે રાષ્ટ્રપ્રમુખનું વેતન કાનૂન દ્વારા નક્કી કરવામાં આવે છે અને તેને બદલાવી નથી શકાતું, પરંતુ રાષ્ટ્રપ્રમુખે નિર્ણય કર્યો છે કે સંઘ સરકારમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા ત્યાગ હેઠળ તેઓ પણ તેમના વેતનનો એક હિસ્સો સરકારી ખજાનામાં જમા કરાવશે.
ઓબામાની સરકારી ખજાના માટે મન્થલી ચેક કાપવાની યોજના છે, જે એક માર્ચથી અમલી બની છે, પરંતુ તે પહેલો ચેક એપ્રિલથી આપશે. આના એક દિવસ પહેલા અમેરિકાના સંરક્ષણ પ્રધાન ચક હગલ પણ આ પ્રકારના પગલાંની જાહેરાત કરી ચૂક્યા છે.
સેનેટર માર્ક બેરિચે પણ જાહેર કર્યું હતું કે તે સ્વૈચ્છિક રીતે તેના પગારનો અમુક હિસ્સો સરકારી તિજોરીમાં જમા કરાવશે તથા તેના સ્ટાફના અડધાથી વધારે સભ્યોએ પણ આ પ્રકારના પગલાં લીધા છે.

No comments:

Post a Comment