World's Most Heaviest Woman
After reaching 700 pounds, Pauline Potter has officially entered the record books as the world's most heaviest woman.watch the report
htt
પ્લેયર | કમાણી |
ધોની | ૧૩૫ કરોડ ૧૬ લાખ |
સચિન | ૯૭ કરોડ ૫૦ લાખ |
સેહવાગ | ૪૭ કરોડ ૭ લાખ |
કોહલી |
૪૭ કરોડ ૩ લાખ
|
નામ | યોગદાન | રાજ્ય |
રઘુનાથ મહાપાત્રા
| આર્ટ | ઓરિસ્સા |
એસ. હૈદર રઝા | આર્ટ | દિલ્હી |
પ્રો. યશપાલ | સાયન્સ- એન્જિ. | ઉત્તર પ્રદેશ |
પ્રો. રોદ્દામ નરસિમ્હા
| સાયન્સ- એન્જિ. | કર્ણાટક |
નામ | યોગદાન | રાજ્ય |
શર્મિલા ટાગોર | આર્ટ | દિલ્હી |
રાજેશ ખન્ના | આર્ટ | મહારાષ્ટ્ર |
રાહુલ દ્રવિડ | સ્પોટ્ર્સ | મહારાષ્ટ્ર |
મેરિકોમ | સ્પોટ્ર્સ | મણિપુર |
જસપાલસિંહ ભટ્ટી
| આર્ટ | પંજાબ |
શિવાજીરાવ પાટિલ
| પબ્લિક અફેર્સ | મહારાષ્ટ્ર |
પ્રો. સત્ય એન અતલુરી
| સાયન્સ- એન્જિ. | યુએસએ |
પ્રો. જોગેશચંદ્ર પતિ
| સાયન્સ- એન્જિ. | યુએસએ |
રામમૂર્તિ ત્યાગરાજન
|
ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી
| તામિલનાડુ |
નંદકિશોર શામરાઓ
| મેડિસિન | મહારાષ્ટ્ર |
નામ | યોગદાન | રાજ્ય |
શ્રીદેવી કપૂર | આર્ટ | મહારાષ્ટ્ર |
દેવેન્દ્ર પટેલ | સાહિત્ય-શિક્ષણ | ગુજરાત |
રીમા નાણાવટી | સામાજિક કાર્ય | ગુજરાત |
સ્વામી ડીસીજી ભારતી | આર્ટ | કર્ણાટક |
એસ.કે.એમ. મેઇલાનંધન | સામાજિક કાર્ય | તામિલનાડુ |
પ્રો. મુસ્તસિર બર્મા
| સાયન્સ- એન્જિ. | મહારાષ્ટ્ર |
વંદના લુથાર |
ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી
| દિલ્હી |
સુદર્શન કે. અગ્રાવલ | મેડિસિન | દિલ્હી |
પ્રમેલત્તા અગ્રવાલ
| સ્પોટ્ર્સ | દિલ્હી |
ડો. રવીન્દ્રસિંહ બિષ્ટ
| આર્િકયોલોજી | ઉત્તર પ્રદેશ |
યોગેશ્વર દત્ત | સ્પોર્ટ્સ | હરિયાણા |
રમેશ ગોયલ સિપ્પી
| આર્ટ | મહારાષ્ટ્ર |
હોસંગરાજ ગિરાશા
| સ્પોર્ટ્સ | કર્ણાટક |
Jan 12, 2013 |
Dec 21, 2012
મહાનુભાવ
એક વર્ષમાં સૌથી વધુ ૮૬ ગોલ ફટકારીને મેસ્સીએ વર્તમાન ફૂટબોલ જગતમાં તેનો કેવો દબદબો છે તે પુરવાર કરી દીધું. તેમણે ૪૦ વર્ષ પહેલાં ગેર્ડ મૂલરે બનાવેલો રેકોર્ડ તોડીને નવો કીર્તિમાન સ્થાપ્યો હતો, પણ ૪૦ વર્ષ સુધી જેનો રેકોર્ડ અકબંધ રહ્યો હતો તે મૂલરે પણ તેમના સમયના ફૂટબોલ જગતમાં એકહથ્થુ શાસન ભોગવ્યું હતું. જર્મનીના આ મહાન ફૂટબોલર વિશે જાણીએ થોડી રસપ્રદ વાતો
* ગેર્ડ મૂલરનો જન્મ ૩ નવેમ્બર, ૧૯૪૫ના રોજ જર્મનીના નોર્ડલિન્ગન નામના શહેરમાં થયો હતો. ૧૯૬૧માં ૧૬ વર્ષની વયે ટીએસવી નોર્ડલિન્ગન વતી રમીને તેમણે તેમની કરિયરની શરૂઆત કરી હતી.
* ૧૯૬૪માં તેઓ બેયર્ન મ્યુનિચ સાથે જોડાયા હતા. શરૂઆતથી જ તેમણે પ્રભાવશાળી રમતનું પ્રદર્શન કર્યું હતું.
* ૧૯૭૦ના દશકમાં ફૂટબોલ જગતમાં તેમનો દબદબો હતો. ખૂબ જ
* ટૂંકાગાળામાં જર્મનીની નેશનલ ટીમના તેઓ અનિવાર્ય હિસ્સો બની ગયા હતા.
* ૧૯૭૨નું વર્ષ તેમના માટે ઐતિહાસિક સફળતા અપાવનારું રહ્યું હતું. મૂલરે આ વર્ષે બેયર્ન મ્યુનિચ ક્લબ વતી રમતાં એક જ વર્ષમાં ધડાધડ ૮૫ ગોલ ફટકારી દીધા હતા. એ વખતે એક વર્ષમાં આટલા બધા ગોલ એક સ્વપ્ન જ ગણાતું હતું અને એટલે તેઓએ આ દેખાવથી મહાન ખેલાડીઓની પેનલમાં સ્થાન મેળવી લીધું.
* મૂલરે ત્રણ ક્લબ માટે રમતા કુલ ૫૫૫ મેચમાં ૪૮૭ ગોલ ફટકાર્યા હતા.
* જર્મની વતી રમતા તેમણે ૬૨ મેચમાં ૬૮ ગોલ કર્યા હતા.
* ગેર્ડ મૂલરને ૧૯૭૦માં યુરોપિયન ફૂટબોલર ઓફ ધ યરનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
* ૧૯૬૭, ૧૯૬૯માં જર્મનીએ તેમને જર્મન ફૂટબોલર ઓફ ધ યર જાહેર કરીને સન્માન આપ્યું હતું.
* ફૂટબોલમાં તેમના આ ધરખમ પ્રદર્શનના કારણે તેઓની ગણના આજેય ફૂટબોલમાં ઓલટાઇમ મહાન ખેલાડીઓમાં કરવામાં આવે છે.
|
Dec 23, 2012
શિમલા, તા. ૨૩
મંગળવારે શપથગ્રહણ કરશે : છઠ્ઠી વાર મુખ્યપ્રધાન બનશે
હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિજય બાદ રાજ્યના મુખ્યપ્રધાન કોણ બનશે તેવી અટકળોનો અંત આવ્યો છે,કોંગ્રેસના પીઢ નેતા વીરભદ્રસિંહ હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન તરીકે મંગળવારે શપથ લેશે. હિમાચલ પ્રદેશ કોંગ્રેસના વિધાનસભાસભ્ય(સીએલપી)ની શનિવારે યોજાયેલી બેઠકમાં પક્ષના વિધાનસભાના નેતાની ચૂંટણી કરવામાં આવી હતી.
રાજ્યની રાજધાની શિમલામાં યોજાયેલી આ બેઠકમાં ચૂંટાયેલા ધારાસભ્યો હાજર રહ્યા હતા, જેમાં ધારાસભ્યોએ સોનિયા ગાંધીને એક લીટીનો પ્રસ્તાવ મોકલી રાજ્યના મુખ્યપ્રધાન અંગે નિર્ણય લેવા પૂછયું હતું ત્યાર પછી શનિવારે સાંજે વીરભદ્રસિંહને રાજ્યનું મુખ્યપ્રધાનપદ સોંપવાનો નિર્ણય લેવાયો હતો. બેઠકમાં હાજર રહેલા ૩૪માંથી ૨૨ ધારાસભ્યે વીરભદ્રસિંહનાં સમર્થનમાં મત આપ્યો હતો, જ્યારે મુખ્યપ્રધાનપદ માટે દાવેદારી નોંધાવનારા કૌલસિંહ ઠાકુરને એક મત મળ્યો હતો. તેમણે ૧૮ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો હતો. આ વર્ષે ૨૬મી જૂને સ્થાનિક કોર્ટમાં પોતાની સામેના ભ્રષ્ટાચારના આરોપોને કારણે તેમણે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.
ગયા ગુરુવારે જાહેર થયેલા ૬૮ વિધાનસભા બેઠકની ચૂંટણીનાં પરિણામોમાં કોંગ્રેસને ૩૬ બેઠક મળી હતી, જ્યારે ભાજપને ૨૬ તથા અપક્ષને છ બેઠક મળી હતી.
હિમાચલના મુખ્યપ્રધાન તરીકે વીરભદ્રસિંહનો કાર્યકાળ
૮ એપ્રિલ, ૧૯૮૩
૫ માર્ચ, ૧૯૮૫ (મધ્યસ્થી ચૂંટણી વખતે)
૩ ડિસેમ્બર, ૧૯૯૩
૫ માર્ચ, ૧૯૯૮
૬ માર્ચ, ૨૦૦૩
|
નામ | સંપત્તિ (બિલિયન ડોલર) |
૧. કાર્લો સ્લિમ | ૭૬.૪ |
૨. બિલ ગેટ્સ | ૬૩.૪ |
૩. એમેન્સિઓ ઓર્ટેગા | ૫૯.૩ |
૪. વોરેન બફેટ | ૪૯.૮ |
૫. ઇંગવાર કેમ્પ્રેડ | ૪૩.૪ |
૬. ચાર્લ્સ કોચ | ૪૧.૭ |
૭. ડેવિડ કોચ | ૪૧.૭ |
૮. લેરી એલિસન | ૪૦.૭ |
૯. બર્નાર્ડ આર્નોલ્ટ | ૨૯.૮ |
૧૦. લિ કા શિંઘ | ૨૯.૦ |
સકસેસ સ્ટોરી - ડાલી જાની
વર્ષ ૨૦૧૨ પૂરું થઈ ગયું અને આજથી આપણે ૨૦૧૩માં મંગલ પ્રવેશ કર્યો છે, અનેક મહિલાઓ ૨૦૧૨ દરમિયાન મીડિયામાં છવાયેલી રહી.તેમની કાર્યશક્તિ, સાહસ અને ઇચ્છાશક્તિના બળે આગળ આવેલી બાર પાવરફુલ વુમન પર્સનાલિટી પર એક નજર કરીએ
આર્યન લેડીઃ એન્જેલા મર્કેલ
એન્જેલા મર્કેલ જર્મનીનાં એવાં રાજકારણી છે જેમણે પોતાના દેશને મંદીથી બહાર કાઢી વિશ્વ સમક્ષ ફરી એક વાર વિકસિત દેશ
તરીકે સ્થાપિત કરી આર્થિક અને રાજકીય ક્ષેત્રે મજબૂત બનાવ્યો. એન્જેલાએ વિશ્વપ્રસિદ્ધ ફોર્બ્સ મેગેઝિનની યાદીમાં સૌથી શક્તિશાળી મહિલાનું ગૌરવ મેળવ્યું છે
દેશની સુરક્ષા કાજ તત્પરઃ હિલેરી ક્લિન્ટન
ઓબામાની સરકારમાં ૬૭મા સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે ક્લિન્ટને અમેરિકાના રાજકીય ક્ષેત્રે આગવું સ્થાન નોંધાવ્યું છે. હિલેરીએ અમેરિકાની સલામતી માટે ૨૧ અબજ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું. તેઓ ફર્સ્ટ લેડી તરીકે ૭૯ દેશોનો પ્રવાસ કરનારાં વિશ્વનાં પ્રથમ મહિલા છે.
કોંગ્રેસનો મજબૂત હાથઃ સોનિયા ગાંધી
શક્તિશાળી મહિલા અને કોંગ્રેસ પ્રમુખ તરીકે જાણીતાં સોનિયા ગાંધીને એક સમયે રાજકારણની ચર્ચા પણ પસંદ નહોતી અને આજે તેઓ કોંગ્રેસનાં પ્રમુખ તરીકેની પોતાની ફરજ બખૂબી નિભાવી રહ્યાં છે. સોનિયા ગાંધી કોંગ્રેસ પાર્ટી માટે એક મજબૂત સહારો બની પાર્ટીની નૈયાને પાર ઉતારે છે.
અમેરિકાનાં ફર્સ્ટ લેડીઃ મિશેલ ઓબામા
અમેરિકાનાં ફર્સ્ટ લેડી તરીકે જાણીતાં મિશેલ ઓબામાએ ડગલે ને પગલે પોતાના પતિ બરાક ઓબામાનો સાથ આપ્યો. ઓબામાને રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચાડવામાં મિશેલનો ખૂબ મોટો ફાળો છે તેવું કહી શકાય છે. મિશેલની ગણતરી વિશ્વની ૧૦ શક્તિશાળી મહિલાઓમાં કરવામાં આવે છે.
ક્રાંતિનો જુવાળ જગાડનારઃ મલાલા યૂસુફઝઈ
તાલિબાનનાં દુષ્કૃત્યોને ઉજાગર કરી દુનિયા સમક્ષ નવી મિશાલ કાયમ કરનાર મલાલાએ મહિલાઓના શિક્ષણ અને અધિકાર માટે અવાજ ઉઠાવ્યો. તાલિબાને મલાલા ઉપર ગોળીબાર કરી તેનો જીવ લેવાનો પ્રયાસ કર્યો છતાં આ તરૂણીએ મક્કમતાથી તેમનો સામનો કર્યો અને વિશ્વ માટે પ્રેરણારૂપ બની.
અંતરિક્ષ પરીઃ સુનીતા વિલિયમ્સ
ભારતીય મૂળની અમેરિકી અવકાશયાત્રી સુનીતાએ નારીઓની સફળતાને જમીનના છેડેથી આસમાનની બુલંદીઓ સુધી પહોંચાડી છે. ૨૦૦૬માં ૧૯૫ દિવસની સ્પેસયાત્રા કર્યા બાદ ૨૦૧૨માં ૧૬૫ દિવસની યાત્રા પૂર્ણ કરી અવકાશમાં સૌથી વધુ સમય વિતાવનાર અવકાશયાત્રી બની છે.
સફળ વડાપ્રધાનઃ જુલિયા ગિલાર્ડ
જુલિયા ઓસ્ટ્રેલિયાનાં વડાંપ્રધાન તરીકેની ફરજ બજાવતાં ભારતપ્રવાસ કરી અનેક મહત્ત્વની મંત્રણાઓ અને કરાર કર્યાં. રાજકીય નિષ્ણાતોના મતાનુસાર ગિલાર્ડ ઓસ્ટ્રેલિયાનાં વડાંપ્રધાન બન્યા ત્યારબાદ ભારત અને ઓસ્ટ્રેલિયાના રાજદ્વારી સંબંધો વધુ મજબૂત બન્યા છે.
પડકારોને ઝીલતીઃ મારિસા મેયર
જ્યારે મહિલાઓ ઘરે બેસી આરામ કરતી હોય ત્યારે મારિસાએ ૬ માહથી પણ વધુની પ્રેગનેન્સી હોવા છતાં યાહૂ જેવી કંપની જે પોતાની લોકપ્રિયતા ગુમાવી રહી હતી તેનાં સીઈઓની ચેલેન્જિંગ જોબ સ્વીકારી કાર્યભાર સંભાળ્યો. મારિસા મોસ્ટ પાવરફુલ ૫૦ બિઝનેસ વુમનમાં નામ ધરાવે છે.
સફળ બોક્સરઃ મેરી કોમ
ભારતની મહિલા બોક્સર મેરી કોમે ઓલિમ્પિકની ત્રણ શ્રેણીમાંની સૌથી ઓછી ૫૧ કિલોની શ્રેણીમાં નામ નોંધાવ્યું. ઓલિમ્પિકની ટીમમાં પ્રવેશ મેળવવા મેરીએ પોતાનું વજન વધાર્યું અને પોતાની અથાક મહેનત અને પ્રબળ ઇચ્છાશક્તિ સાથે કાંસ્યચંદ્રક મેળવી દેશનું નામ રોશન કર્યું છે.
ઇચ્છાશક્તિનું ઉદાહરણઃ દીપિકા કુમારી
ઝારખંડ જેવા પછાત રાજ્યમાં અભાવગ્રસ્ત પરિવારમાં ઉછરેલ દીપિકાએ પ્રબળ ઇચ્છાશક્તિથી પોતાનાં સ્વપ્નોમાં રંગ પૂરી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વ તીરંદાજીમાં અગત્યનું સ્થાન નોંધાવ્યું છે. દીપિકા વિશ્વ તીરંદાજીમાં બીજો ક્રમ ધરાવે છે.
બેડમિન્ટન ક્વીનઃ સાયના નહેવાલ
સાયના નહેવાલે વર્ષ ૨૦૧૨માં થાઈલેન્ડ ઓપન ગ્રાન્ડ પ્રિક્સ અને ઈન્ડોનેશિયન ચેમ્પિયનશિપ જીતી વિશ્વસ્તરે દેશનું નામ રોશન કર્યું હતું. સાયના એક એવી બેડમિન્ટન ખેલાડી છે જેણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પોતાના નામ કરી વિશ્વ બેડમિન્ટન સંઘમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.
ઇન્ડિયન મૂળની અમેરિકન સાંસદઃ તુલસી ગેબાર્ડ
તુલસી ગેબાર્ડ અમેરિકાની સંસદમાં પ્રથમ હિન્દુ મહિલા છે. તુલસી ગેબાર્ડ અમેરિકાના હવાઈ મતવિસ્તારમાં પ્રતિનિધિ તરીકે ચૂંટાનારાં પ્રથમ હિન્દુ મહિલા બન્યાં છે. તેમણે પોતાના પ્રતિસ્પર્ધી ઉમેદવાર કે. કાઉલીને ૧ લાખ ૨૦ હજાર મતથી હાર આપી પદભાર સંભાળ્યો છે.
|